Hymn No. 3442 | Date: 07-Oct-1991
|
|
Text Size |
 |
 |
કેમ તને સમજાવું રે મનવા, કેમ તને સમજાવું
Kem Tane Samjaavu Re Manava, Kem Tane Samjaavu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
કેમ તને સમજાવું રે મનવા, કેમ તને સમજાવું ખાવી ડૂબકી આનંદસાગરમાં, ભૂલી, કાદવમાં કેમ તું રાચ્યું - કેમ... આનંદ સ્વરૂપ ભૂલીને તારું, મોહ માયામાં કેમ તું મ્હાલ્યું - કેમ... કર્તવ્ય કર્મો ભૂલીને જગમાં, આળસ નિદ્રામાં કેમ રાચ્યું - કેમ... નથી જગમાં કોઈ તો તારું, ભૂલી, લોભ લાલચે કેમ ગૂંથાયું - કેમ... શોધી સુખને બહારને બહાર, સ્વસુખમાં ના કેમ રાચ્યું - કેમ... શરીર હતું ના તારું, રહેશે ના એ તારું, કેમ તારું એને તેં માન્યું - કેમ... રહ્યો છે સુખ દુઃખનો સાક્ષી તો તું, કેમ કર્તા તને તેં માન્યું - કેમ... છે અવિનાશીનો અંશ તું, કેમ વિનાશી પાછળ તું દોડયું - કેમ... પ્રભુ તો છે જ્યાં, તારી પાસે ને પાસે, કેમ ના ત્યાં તું પહોંચ્યું - કેમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|