છોડી અંતરમાંથી અભિમાન, તારું હૈયું તું ખાલી કરી લે
દઈ જીવનમાં તારા દુશ્મનોને સાથ, તારી પ્રગતિ ના તું રૂંધી દે
છે કોણ-કોણ જીવનમાં દુશ્મન તારા, બરાબર એને તું સમજી લે
રોકે જે-જે પ્રગતિ જીવનમાં તારી, ના મિત્ર એને તું ગણી લે
મોહ-માયા નહિ પહોંચવા દે પ્રભુને દ્વારે, ના એને તારા તું ગણી લે
વેરઝેર ઊભા કરીને હૈયે, તારા જીવનમાં ના કંટક તું વેરી દે
લોભ-લાલચ જાશે તાણી તને જીવનમાં, એને સદા તું ત્યજી દે
કામ-વાસના-ઇચ્છાઓ જ્યાં જાગે, ત્યાં ને ત્યાં એને તું બાળી દે
ખોટા વિચારો ને, જાગે આળસ હૈયામાં, જાગે ત્યાં એને દૂર કરી દે
છે અગણિત આવા દુશ્મન તારા, જીવનમાં બરાબર એને સમજી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)