થયું દૂર તો જ્યાં, અહં ને અભિમાન તો હૈયાનું
મસ્તક મારું રે પ્રભુ, તુજને, ત્યાં તો નમી ગયું (2)
હતા અલગતાના ભાવો, ભર્યા-ભર્યા તો જ્યાં હૈયે
જગમાં, નજરમાં દર્શન તારું તો ના થઈ શક્યું
અસંતોષની આગ ભડકતી હતી તો જ્યાં હૈયે
તારી કૃપાનું રે પ્રભુ દર્શન, જગમાં ના થઈ શક્યું
હટ્યા ના ભેદ અલગતાના તો જ્યાં હૈયે
ઘટ-ઘટમાં વ્યાપ્ત દર્શન તારું, તો ના કરી શકાયું
રહ્યા ચડતા ને ચડતા ઇચ્છાઓના ભાર તો હૈયે
આવવું તારી પાસે ત્યાં તો મુશ્કેલ બન્યું
છૂટ્યા ના જ્યાં વ્યવહાર તો મુજ હૈયેથી
મન તુજમાં લગાડવું રે પ્રભુ, જીવનમાં મુશ્કેલ બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)