આવ્યા જગમાં, આવ્યા નથી, એવું કાંઈ તો બનવાનું નથી
આવવું પડે ના ફરી-ફરી જગમાં, આવી એવું કર્યા વિના રહેવાનું નથી
ઊઠ્યા ભાવો ખોટા જ્યાં હૈયે, ઊઠ્યા નથી એવું તો બનવાનું નથી
ઊઠે ના ફરી-ફરી હૈયે એવા, જોયા વિના તો એ રહેવાનું નથી
અંધકારે પડ્યા છીએ તો જીવનમાં, પ્રકાશ મેળવ્યા વિના રહેવાનું નથી
રહી સુખદુઃખની સંગમાં, બની મુક્ત એમાં, જીવનમાં કાંઈ વળવાનું નથી
કર્યા વિના યત્નો, રહી સમય વિતાવતા, જીવનમાં તો કાંઈ વળવાનું નથી
મળી ભલે નિષ્ફળતા, મનની સ્થિરતામાં સફળતા મેળવ્યા વિના રહેવાનું નથી
હર નિષ્ફળતાનો ટોપલો, અન્ય પર નાખી, જીવનમાં કાંઈ મળવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)