સમજની સમજણમાં જ્યાં ગેરસમજ જાગી, સમજણ દ્વારા દેજે એને હટાવી
ખોટી વાતો સંઘરી તો હૈયે, સાચી વાતનો પ્રવેશ દેજે ના તું અટકાવી
ખોટી સમજને મનમાં સાચી ઠસાવી, કરતો ના બંધ જ્ઞાનની તું બારી
છે ભાંજગડ સમજણની તો જીવનમાં, દેતો ના સમજણને તો તું ત્યાગી
દેતા રહ્યા સદ્દગુરુઓ ને શાસ્ત્રો, જીવનની સમજણ, પડશે એને તો અપનાવવી
કાં લેજે સમજણ જીવનમાં અપનાવી, કાં ખુદની સમજણ દ્વારા માર્ગ લેજે કાઢી
ડગલે-પગલે પડશે જરૂર સમજની, સમજણની અવગણના નથી કાંઈ સારી
ગૂંચવણોની ગૂંચવણો જીવનમાં, દેશે સમજણ સહજમાં તો ઉકેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)