મેળવ્યા પ્રભુને તો જ્યાં જીવનમાં, જીવનમાં ના કાંઈ બીજું બાકી રહે
મેળવવા પ્રભુને તો જીવનમાં, ઇચ્છાઓ, બીજી બધી તો તું છોડી દે
માગી કે મેળવી જીવનમાં, તારી પાસે જીવનમાં કેટલું રહેશે
છે પ્રભુ તો પૂર્ણ, પામતા તો એને, પૂર્ણ વિના બીજું શું મળશે
મેળવી-મેળવી જીવનમાં બીજું બધું, ના પૂર્ણ કાંઈ તું બની શકશે
થાવું છે જ્યાં પૂર્ણ, અપૂર્ણ મેળવી, જીવનમાં તારું શું વળશે
પૂર્ણ વિના જીવનમાં, બીજું કોણ તને પૂર્ણ તો દઈ શકશે
પ્રભુ વિના, સર્વવ્યાપક વિના, સર્વશક્તિમાન વિના, બીજું કોણ પૂર્ણ હોઈ શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)