Hymn No. 3467 | Date: 21-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-21
1991-10-21
1991-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14456
ફરરર ફરરર જીવનમાં ઘંટી ફરતી જાય, ઘણું ઘણું એમાં એ દળતી જાય
ફરરર ફરરર જીવનમાં ઘંટી ફરતી જાય, ઘણું ઘણું એમાં એ દળતી જાય શ્રદ્ધાની ખૂંટી પર રાખી કર્મને ભાગ્યનાં પડ, ફરરર ફરરર એ ફરતી જાય મન, ચિત્ત, બુદ્ધિની દાંડી લઈને હાથ, જીવનમાં એ તો ફરતી જાય દુર્ગુણોનાં બીજ, એમાં ઓરાતાં જાય, કંઈક આખાં ને કંઈકનો લોટ બની જાય આશાનાં બીજ જ્યાં એમાં ઓરાતા જાય, કંઈક એમાંથી નિરાશા બની નીકળી જાય વિકારોનાં બીજ જ્યાં એમાં ઓરાતા જાય, ફરતા બરાબર લોટ બની નીકળી જાય લોભલાલચનાં બીજ એમાં જ્યાં ચીટકી જાય, દુર્ભાગ્ય બની એ નીકળી જાય વેરના બીજ પૂરાં એમાં જો દળાઈ જાય, પ્રેમનો લોટ તો ત્યાં બની જાય સુખદુઃખનાં બીજ જ્યાં દળાતાં જાય, ભાગ્યનો લોટ એ સુધરી જાય અહંને અભિમાન જ્યાં પૂરાં દળાઈ જાય, લોટ ભક્તિનો ત્યાં બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
phararara phararara jivanamam ghanti pharati jaya, ghanu ghanum ema e dalati jaay
shraddhani khunti paar rakhi karmane bhagyanam pada, phararara phararara e pharati jaay
mana, chitta, buddhini dandi laine haath jaya, phunon kamatika e
ne kamikano lota bani jaay
ashanam beej jya ema orata jaya, kaik ema thi nirash bani nikali jaay
vikaronam beej jya ema orata jaya, pharata barabara lota bani nikali jaay
lobhalalachanam beej ema jya chitaki jaya, durbhagya bani e nikali jaay
verana beej puram ema jo dalai jaya, prem no lota to tya bani jaay
sukhaduhkhanam beej jya dalatam jaya, bhagyano lota e sudhari jaay
ahanne abhiman jya puram dalai jaya, lota bhaktino tya bani jaay
|