મેળવવા છે દર્શન, જીવનમાં તારાં, મેળવવા છે તારાં રે માત
કરીશ મુસીબતોનો જીવનમાં સામનો, છે મુસીબતોની તો શી વિસાત
છોડવું છે તો જીવનમાં, પડે છોડવું જે-જે, તારાં દર્શનને કાજ
તારાં દર્શનની કાલને, લાવી દેવી છે, મારે જીવનમાં તો આજ
કાઢ્યા જન્મોજનમ ઘણા મેં, કરાવતી ના એમાં ઉમેરો માત
સમજદાર તું તો છે, સમજી જાજે, મારા હૈયાની તું આ વાત
વ્યાપક રહીને તું, દઈ આકાર તો મુજને, રહી છે કરી લીલા તું આજ
રાખજે લીલા ભલે તું ચાલુ, રોકજે ક્ષણભર એને, તારાં દર્શન કાજ
છે તારી ને મારી સગાઈ તો જૂની, છે તારી ને મારી પ્રીત તો પુરાણી
એ વાત આજે રે માડી, કરવી છે આજે મારે રે, તને તો આ વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)