હૈયાંની રે વેદના, રહી મારતી ડંખ હૈયાંને, વાત હૈયાંની આ જઈને મારે કહેવી કોને
છે વેદના એની એને, ના શબ્દથી વર્ણવી શકું, હાલત હૈયાંની આ જઈને મારે કહેવી કોને
નીકળે દુઃખભર્યા સૂરો જ્યાં હૈયાંમાંથી, જોઉં અન્યને દુઃખી, કહીના શકું, જઈને કહું એ તો કોને
મળ્યા સમદુઃખિયા જ્યાં એમાં, વહી ધારા અશ્રુની, ના અન્યને કહી શક્યા, જઈને આ કહેવું કોને
પ્રભુ રહ્યો છે આંસુઓ લૂંછતોને લૂંછતો જગના, આંસુ લૂંછશે કોણ તારા, ત્યારે આ કહેવું કોને
રહ્યાંને રહ્યાં દુઃખમાં, રહ્યાં કરતા કોશિશો નીકળવા, ગઈ ભુલાઈ દુઃખની ધારા, ભૂલી ગયા સુખના તાપ
વેદના શમી ના શમી, લીધા જીવનમાં એને પાછા ઉપાડા,વાત આ જઈને કહેવી કોને
નીતનવા કારણો જીવનમાં રહ્યાં એને મળતાંને મળતાં, રહ્યાં એ ડંખ મારતાને મારતા
અનેક ડંખો રહ્યાં ડંખ મારતાને મારતા હૈયાંને, વેદના રે એની, જઈને કહેવી રે કોને
ચાહું છું ડંખ પ્રભુ તારા વિરહની વેદનાના હૈયે, વાત એ તો કહેવી રે મારે કોને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)