રહ્યા છે જગમાં સહુ સૂતા ને સૂતા, કોઈ જીવનભર સૂતા, કોઈ ક્ષણમાં જાગી જાય
જાગશે જીવનમાં કોણ કેમ ને ક્યારે, એ તો કેમ કરીને કહી શકાય
આફતો ને દુઃખનાં ઢોલ-નગારાં વાગે, ક્ષણભર જાગી, નીંદરમાં ડૂબી જાય
સુખની બંસરી લાગે મીઠી, લાવે એ નીંદર, ના જલદી એમાંથી ઊઠી શકાય
આશાનાં સપનાંની નીંદર છે અનોખી, ના જલદીથી એ તો ઊડી જાય
મોહનિદ્રા છે જીવનમાં તો જાણીતી, ચડી નીંદર એની જ્યાં, ના જલદી છૂટી જાય
આસક્તિની નીંદર છે બૂરી, ચડી નીંદર જ્યાં એની, ના જલદી એમાંથી ઉઠાય
વાસનાની નીંદર છે બહુ લોભાવનારી, ચડતી ને ચડતી એ તો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)