ઊંચું ને ઊંચું વધતો જાશે, અહં તારો તો આકાશે, રોકીશ ના જો તું એને, એ વધતો ને વધતો જાશે
અટકાવીશ ના જો સમયસર તું એને, સમજાશે નહિ, ઉત્પાત કેવા એ તો સર્જી જાશે
રહેશે તારા મનને એ છેતરતો, ક્યાં ને ક્યાં તને એ તો તાણી જાશે
કરવું હશે તારે તો જીવનમાં જે, ના તને એ તો એ કરવા દેશે
તૂટતા રહેશે સાથ કંઈકના તો જીવનમાં, ભાગ એમાં એ ભજવતો રહેશે
કસમયે તારી આડે આવી, દ્વાર પ્રગતિનાં તારા એ તો રૂંધી જાશે
સાચી સમજણથી રહી જાશે તું વંચિત, સમજણમાં પથરા એ નાખી જાશે
ઊછળતા તારા અહં ને ક્રોધ ને અભિમાન, જીવનમાં વાચા એને દેશે
પોષીશ જ્યાં તું એને થોડો-થોડો, વધતો ને વધતો, જીવનમાં એ તો જાશે
ઊગતા, દેજે એને તું ડામી, ભલું એમાં તો, તારું ને તારું તો થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)