ભૂલવું છે જે-જે જીવનમાં, યાદ એ તો, આવતું ને આવતું જાય છે
કરવું છે યાદ જે-જે જીવનમાં, ભુલાતું ને ભુલાતુ એ તો જાય છે
છે રીત સહુની આ તો જીવનમાં, દોષ યાદ તો ઢોળતા જાય છે
કરો ના યાદ દિનમાં તો જેને, અચાનક યાદ એની જાગી જાય છે
કરવું છે શું, થાવું છે રે શું જીવનમાં, ભુલાતું ને ભુલાતું એ તો જાય છે
ભૂલવી છે માયાને, ભૂલવી છે વૃત્તિને, યાદ એની રહેતી ને રહેતી જાય છે
ભૂલવું છે ભાન જગનું જીવનમાં, ભાન જગનું તો યાદ રહી જાય છે
રાખવું છે યાદ, વસ્યો છે પ્રભુ સહુમાં, તોય જુદો એ તો દખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)