ચાહે છે, સહુ ચાહે છે, મનધાર્યું થાય પોતાનું, સહુ એવું એ તો ચાહે છે
થાય ના ભૂલ જગમાં તો કદી રે એની, સહુ એવું એ તો ચાહે છે
સદાય જગમાં સહુ એને તો પૂછતું આવે, સહુ એવું એ તો ચાહે છે
જગમાં સદાય ખૂબ માન તો દે એને, સહુ એવું એ તો ચાહે છે
હરાવી ના શકે કોઈ કદી એને રે જગમાં, સહુ એવું એ તો ચાહે છે
તન ને ધનની સંપત્તિ રહે ભરપૂર તો એની, સહુ એવું એ તો ચાહે છે
એનું માન ને નામ ફેલાયે બધે રે જગમાં, સહુ એવું એ તો ચાહે છે
રહે જગ સારું એની આસપાસ ફરતું ને ફરતું, સહુ એવું એ તો ચાહે છે
આવે ના મુસીબતો કદી એના રે જીવનમાં, સહુ એવું એ તો ચાહે છે
ખુદની લાયકાત જોયા વિના, દર્શન દે પ્રભુ એને, સહુ એવું એ તો ચાહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)