છે મનોહર મૂર્તિ તારી રે માડી, છે અણમોલ એમાં તો તારી આંખડી
શોભે છે મસ્તકે મુગટ તારો, શોભે ખૂબ કપાળે તારી તો ટીલડી
ગમે સદાય માડી મુખડું તો તારું, ગમે એમાં તો તારી પ્રેમભરી આંખડી
હૈયે સમાવું રે મુખડું તો તારું, સમાઈ એમાં, ચમકતી તારી ટીલડી
નીરખી રહી, નીરખી રહી જગને સદાય, સ્નેહભરી તારી તો આંખડી
જગસૌંદર્ય કરી ના શકે બરાબરી રે, છે એવી સુંદર તારી તો ટીલડી
જોય સમાવે હૈયે, બધું જગને તો તારા, છે તારા હૈયાનાં દ્વારસમી તારી આંખડી
કરતી રહી છે જગને મોહિત સર્વને, છે મોહભરી એવી તારી તો ટીલડી
વીસરાશે જગમાં તો બધું, વીસરી ના શકાશે, છે એવી તારી આંખડી
છે સુંદર મુખડું તો તારું, છે સુંદર ચંદ્રસમી તારી તો ટીલડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)