જોઈ જગસુંદરતા, જાગે હૈયે વિચાર રે માડી, તું તો કેવી સુંદર હશે
દેખાય સહનશીલતા જગમાં તો ક્યાંય રે માડી, તારી સહનશીલતા તો કેવી હશે
પ્રેમનીતરતું હૈયું જોવા મળે જગમાં રે માડી, તારું પ્રેમભર્યું હૈયું કેવું હશે
મળે જોવા જગમાં ધીરજ ક્યાંય રે માડી, તારી ધીરજ તો કેવી હશે
જોવા મળે નિર્મળતા હૈયાની તો જગમાં રે માડી, તારી નિર્મળતા તો કેવી હશે
મળે અનુભવવા એવા ભાવો જગમાં રે માડી, તારા ભાવ તો કેવા હશે
મળે નિર્દોષતા જોવા તો જગમાં રે માડી, તારી નિર્દોષતા તો કેવી હશે
જોવા તો મળે જગમાં, તેજની ધારા રે માડી, તારાં તેજ તો કેવાં હશે
જગમાં જ્ઞાને ને જ્ઞાને, નમે મસ્તક રે માડી, તારું વિશુદ્ધ જ્ઞાન તો કેવું હશે
જગસુખના તો અનુભવ મળે જગમાં રે માડી, તારું પરમસુખ તો કેવું હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)