રે માડી, તમને મારા સમ, પાડો ના મારે આંગણિયે જો કદમ
કે ગરબે રમવા આવોને રે માડી, કે ગરબે રમવા આવોને
નથી અમારાં હૈયાંના કોઈ ઢંગ, ગરબે રમવાના જાગ્યા છે તરંગ - કે...
અમારાં હૈયે વધશે ઉમંગ, રમશો ગરબે અમારી જ્યાં સંગ - કે...
નોરતાંનો રૂડો છે આ પ્રસંગ, આવી, ગરબે લાવજે તું રંગ - કે...
જોવરાવી વાટ કરો ના હવે તંગ, આવો સર્વે બેનીની સંગ - કે...
છીએ અમે જ્યાં તારાં તો અંગ, ગરબે રમી કરો સહુને દંગ - કે...
જોતા ના અમારાં કોઈ રૂપરંગ, બધી વાતે છીએ અમે પૂરા નંગ - કે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)