કોઈ પીળાં ટપકાં કરે, કોઈ લાલ ટપકાં કરે
છાપ એની રે, જગને દેખાડતો તો ફરે
કોઈ ઊભી લીટી તાણે, કોઈ આડી લીટી ખેંચે - છાપ...
કોઈ ગળામાં કંઠી પહેરે, કોઈ વિશિષ્ટ ટોપી પહેરે - છાપ...
કોઈ જટા ધારણ તો કરે, કોઈ દાઢી જાહેર કરે - છાપ...
કોઈ ગળે લૉકેટો પહેરે, કોઈ વીંટીનું પ્રદર્શન કરે - છાપ...
કોઈ માળા ધારણ કરે, કોઈ મોટે કરી જપ આકર્ષણ કરે - છાપ...
કોઈ ઊંડા ઉદ્દગાર કાઢે, કોઈ જાહેર અફસોસ કરે - છાપ ...
છાપ બહારની કરીને ઊભી, અંતરમાં છાપ છૂપી રાખે - છાપ...
જોઈ ના શકે છાપ અન્યની, સમજે, અન્ય ક્યાંથી એની જોશે - છાપ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)