1989-10-19
1989-10-19
1989-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14543
થાકી, કરી દોડધામ તન ને મનથી, તન ને મન શાંતિ માગે છે
થાકી, કરી દોડધામ તન ને મનથી, તન ને મન શાંતિ માગે છે
આશા રહેશે સદા પ્રાણ પૂરી, નિરાશા તો થકવી નાખે છે
સુખમાં ઉમળકા તો વધે, દુઃખ તો સદા થકવી નાખે છે
પ્રેમ તો સદા પૂરે ઈંધણ, વેર-ઈર્ષ્યા, ઈંધણ બાળી નાખે છે
જ્ઞાન તો સદા જ્યોત જગાવે, ભક્તિ તો એને જલતી રાખે છે
જ્યોતે-જ્યોતે રાહ દેખાતી રહે, ઇચ્છા તો શક્તિ પૂરી પાડે છે
ખોટા વિચારો ને ખોટા ખયાલો, અંતરાય ઊભો કરી નાખે છે
આળસનો સાથ મળે જો એને, દાટ એ તો વાળી નાખે છે
છે સુખ ને દુઃખ ભર્યું રે તુજમાં, શોધ સાચી જો ત્યાં થાયે છે
અટકી જાયે દોડાદોડી તો ત્યાં, તન ને મન શાંતિ ત્યાં તો પામે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thākī, karī dōḍadhāma tana nē manathī, tana nē mana śāṁti māgē chē
āśā rahēśē sadā prāṇa pūrī, nirāśā tō thakavī nākhē chē
sukhamāṁ umalakā tō vadhē, duḥkha tō sadā thakavī nākhē chē
prēma tō sadā pūrē īṁdhaṇa, vēra-īrṣyā, īṁdhaṇa bālī nākhē chē
jñāna tō sadā jyōta jagāvē, bhakti tō ēnē jalatī rākhē chē
jyōtē-jyōtē rāha dēkhātī rahē, icchā tō śakti pūrī pāḍē chē
khōṭā vicārō nē khōṭā khayālō, aṁtarāya ūbhō karī nākhē chē
ālasanō sātha malē jō ēnē, dāṭa ē tō vālī nākhē chē
chē sukha nē duḥkha bharyuṁ rē tujamāṁ, śōdha sācī jō tyāṁ thāyē chē
aṭakī jāyē dōḍādōḍī tō tyāṁ, tana nē mana śāṁti tyāṁ tō pāmē chē
|