એક તું છે, એક હું છું, એક વાત આ તો મારી છે
રાતદિન રટતાં તને રે માડી, તકલીફ શાને આવે છે
દુઃખના દિન હટતા નથી રે માડી, આશા સુખની શાને જગાવે છે
કરું કોશિશ ચાલવા આગળ, પગ પાછળ શાને મારા પાડે છે
રાત નથી ને દિન નથી રે માડી, અંધારું શાને દેખાય છે
છે તું તો સાથે ને સાથે રે માડી, મુલાકાત શાને ના થાય છે
મર્યાદાઓ છે મારી જાણીતી, અવગણના શાને એની થાય છે
છે તું તો ચિત્ત હરનારી રે માડી, ચિત્ત મારું શાને ભમતું જાય છે
તું છે સદા શક્તિની રે દાતા, અશક્ત મને કાં બનાવી જાય છે
ધાર્યું સદાય તું કરતી રહી, ગણગણાટ એનો હૈયે શાને જાગી જાય છે
કર્યું-કર્યું બધું કરાવે તું તો માડી, અહંમાં મને શાને ડુબાવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)