જાગ્યો વૈરાગ્યનો ભાવ જો હૈયામાં, જો એ શમી રે જાશે
ઊછળતા સદ્દભાવના હૈયામાં રે ભાવો, જો એ શમી રે જાશે
મહામૂલો માનવજનમ તો તારો, ફોગટ તો એ રે જાશે
ઊછળતી પ્રેમની હૈયામાં જે ધારા, જો એ તો અટકી જાશે
ભાવભર્યું હૈયું તો તારું, પથ્થર સમજો એ બની રે જાશે - મહામૂલો...
જાગે જો ભક્તિ રે હૈયામાં કાચી, જો એ તો રહી જાશે
જાગે જ્ઞાન જ્યોત જો હૈયામાં, અહંમાં જો એ ઓલવાઈ જાશે - મહામૂલો...
કરવા જેવું ના કરી, ના કરવા જેવું જો કરતો રે જાશે
ના પામવા જેવું તો પામી, પામવા જેવાથી તો વંચિત રહી જાશે - મહામૂલો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)