ફળ પરથી તો, બીજનો તો ખ્યાલ આવી જાય
માવજત ભી એમાં ભળી, કામ પૂરું કરી જાય
ફળ નજરમાં જ્યાં આવે, હસ્તી એની એ કહી જાય
જેવું જેનું બીજ હશે, ફળ આજે એવું એનું દેખાય
સારા ફળ પરથી, તો સારા બીજની જાત પરખાય
ફળ જેવું જોઈએ, બીજ એવું તૈયાર કરતા જવાય
હરેક ફળમાં તો, ગાથા બીજની તો છુપાઈ જાય
બીજ વિના ના ફળ સંભવે, ના સત્ય આ બદલાય
જગનું બીજ તો એક છે, પ્રભુ એ તો સમાય
રૂપ દેખાયે નોખનોખાં, રૂપ બીજનાં ત્યાં બદલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)