પુછાશે ના ‘મા’ ના ધામમાં રે, પત્તો તારા નામનો કે ઠામનો રે
નોંધાશે ત્યાં પૂરો પરિચય રે, તારા નિઃસ્વાર્થ પ્રેમનો રે
જોવાશે ના ત્યાં તારાં રૂપરંગ કે તારા દેહની ભૂગોળને રે
જોવાશે ઇતિહાસ સદા, તારાં સાચાં સત્કર્મોનો રે
નોંધાશે ના હિસાબ તારી, ધનદોલત કે જાગીરનો રે
મંડાશે હિસાબ સદા ત્યાં તો, તારાં પાપ ને પુણ્યનો રે
જોવાશે ના ત્યાં, છે કેટલી કરી છે ઓળખાણ અન્યની રે
પુછાશે સદા ત્યાં તો, કરી છે ઓળખાણ તારી ખુદની રે
કામ ના આવશે પ્રકાશ, તેલના, ઘીના કે વીજળી ને દીવડાનો રે
કામ લાગશે સદા પ્રકાશ તો તારા, નિર્મળ ભાવ ને શુદ્ધ ભક્તિનો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)