જીવન જીવશો જેવું આ જગમાં, કાયા એવી એની લખાઈ જાશે
કરશો કર્મો જીવનમાં તો જેવાં, ફોરમ એવી એની ફેલાઈ જાશે
સાચવશો વૃત્તિ જીવનમાં જેવી, એવી એ તો સચવાઈ જાશે
જાળવશો સંબંધો જીવનમાં જેવા, સંબંધો એવા એ જળવાઈ જાશે
શાંત જળમાં ઊઠશે તોફાનો, પાછાં એમાં એ તો શમી રે જાશે
લખાવવી હશે જેવી ગાથા જીવનની, જીવશો તેવું તો લખાઈ જાશે
લખાઈ છે કંઈકની ગાથા એવી, ભૂંસાઈ ના એ ભૂંસાઈ જાશે
લખાવે છે કંઈક ગાથા એવી, જીવનકાળમાં જ ભૂંસાઈ જાશે
ભક્તની, યોગીની ને શૂરવીરની ગાથા, અમર એ થઈ જાશે
સ્થાપશો સંબંધ પ્રભુ સાથે જેવા, સંબંધ એવા એ સ્થપાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)