વળ ચડ્યાં જ્યાં જીદના, સમજાવ્યા ના એ સમજે, સમજાવ્યા ના એ સમજે
વટે ચડ્યાં જ્યાં મનડાં, વાળ્યાં ના એ વળે, વાળ્યાં ના એ વળે
વળ દેવાયા જ્યાં વેરના, છૂટ્યા ના છૂટે, છૂટ્યા ના એ છૂટે
લોભે ચડ્યાં જ્યાં મનડાં, જલદી ના એ છૂટે, જલદી ના એ છૂટે
વળ ચડ્યા જ્યાં અજ્ઞાનના, મુશ્કેલીએ એ છૂટે, મુશ્કેલીએ એ છૂટે
વળ ચડ્યા જ્યાં વહેમના, મુશ્કેલીએ એ છૂટે, મુશ્કેલીએ એ છૂટે
વળ ચડ્યાં જ્યાં શંકાના, જલદી ના એ છૂટે, જલદી ના એ છૂટે
વળ ચડ્યા જ્યાં મોહના, મુશ્કેલી ઊભી એ કરે, મુશ્કેલી ઊભી એ કરે
વળ ચડ્યાં જ્યાં સાચી ભક્તિના, કદી ના એ છૂટે, કદી ના એ છૂટે
વળ ચડ્યા જ્યાં સાચા પ્રેમના, તારે અને એ તરાવે, તારે અને તરાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)