મનના વિચારો મનમાં રહ્યા, હૈયાની વાત હૈયામાં રહી
કરવાનાં કાર્યો અધૂરાં રહ્યાં
લો, આ જગ છોડવાની વેળા તો આવી રે ગઈ
બાળપણ ખેલકૂદમાં વીત્યું, જુવાની તમાશામાં વીતી
રાજ ત્યાં ઘડપણનું તો છવાઈ રે ગયું - લો, આ...
જગતમાં જીવન કાજે રે પ્રપંચો કીધા, સાચા-ખોટાનાં સોગઠાં રમ્યા
સમય સામે તો, આંખ આડા હાથ ધર્યા રે - લો, આ...
માયાના રંગે ખૂબ રમ્યા, સમયનાં એંધાણ તો વીસરાઈ ગયા
આસક્તિનાં મંડાણ ત્યાં તો મંડાઈ ગયાં - લો, આ...
કાળા ગયા ને ધોળા આવ્યા, દાંતના સાથ છૂટતા ગયા
લોભ-લાલચના હુમલા તો થાતા રહ્યા - લો, આ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)