Hymn No. 2102 | Date: 17-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-17
1989-11-17
1989-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14591
મધદરિયે તોફાને નાવ બચાવી, કિનારે માડી તું તો લાવી
મધદરિયે તોફાને નાવ બચાવી, કિનારે માડી તું તો લાવી કિનારે આવેલી નાવ તો મારી, કિનારે આજે તો ડૂબે છે ભર અંધકારે માર્ગ સુઝાડી, કિનારો દીધો તેં તો બતાવી જગાવી હૈયે આશા, શક્તિ તેં તો ભરી, ડુબાવી નિરાશાઓ શક્તિ કાં હલાવી ડોલતી નૈયાએ, વિશ્વાસે સ્થિર રાખી, કિનારે વિશ્વાસ દીધો કાં હલાવી ઊછળતાં મોજાંમાં બચાવી, કિનારે વમળમાં દીધો કાં ચઢાવી ચલાવી નાવ મારી ચાલક બની, રહી સદા તું ધ્રુવતારક સમી પુણ્યોદય થયો ના રે થયો, ભાગ્યોદય દેજે હવે તો ઘડી મધદરિયે નાવ તેં તો ચલાવી, આજે હવે, દેજે કિનારે એને પહોંચાડી
https://www.youtube.com/watch?v=WS3Myi5Jsho
Satguru Shri Devendra Ghia (Kaka)
મધદરિયે તોફાને નાવ બચાવી, કિનારે માડી તું તો લાવી કિનારે આવેલી નાવ તો મારી, કિનારે આજે તો ડૂબે છે ભર અંધકારે માર્ગ સુઝાડી, કિનારો દીધો તેં તો બતાવી જગાવી હૈયે આશા, શક્તિ તેં તો ભરી, ડુબાવી નિરાશાઓ શક્તિ કાં હલાવી ડોલતી નૈયાએ, વિશ્વાસે સ્થિર રાખી, કિનારે વિશ્વાસ દીધો કાં હલાવી ઊછળતાં મોજાંમાં બચાવી, કિનારે વમળમાં દીધો કાં ચઢાવી ચલાવી નાવ મારી ચાલક બની, રહી સદા તું ધ્રુવતારક સમી પુણ્યોદય થયો ના રે થયો, ભાગ્યોદય દેજે હવે તો ઘડી મધદરિયે નાવ તેં તો ચલાવી, આજે હવે, દેજે કિનારે એને પહોંચાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
madhadariye tophane nav bachavi, kinare maadi tu to lavi
kinare aveli nav to mari, kinare aaje to dube che
bhaar andhakare maarg sujadi, kinaro didho te to batavi
jagavi haiye asha, shakti te to bhari, dubavi nirashao vase shakti
kaa halhavi dolatie, rakhi, kinare vishvas didho kaa halavi
uchhalatam mojammam bachavi, kinare vamal maa didho kaa chadhavi
chalavi nav maari chalaka bani, rahi saad tu dhruvataraka sami
punyodaya thayo na re thayo, bhagyavijeodaya deje, have to ghadije
madhadariye, have chalaka en toe, have to ghadije madhadariye pahonchadi
|