Hymn No. 2104 | Date: 17-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-17
1989-11-17
1989-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14593
ભલે પાપ મારાં જાગે રે, ભલે પુણ્ય મારાં તો જાગે
ભલે પાપ મારાં જાગે રે, ભલે પુણ્ય મારાં તો જાગે અરે ઓ આતમરામ મારા રે, જાગ્રત સદાયે તું તો રહેજે કદી લોભે હું તો તણાઉં, કદી લાલસાથી તો ખેંચાઉં દુઃખમાં તો જોજે, ના હું અકળાઉં, સુખમાં તો જોજે, ના હું છલકાઉં સ્વર્ગ ના હું તો ચાહું, કર્મથી જોજે ના કદી હું ભાગું માયાથી જોજે ના હું બંધાઉં, જોજે પ્રભુની પ્રીતમાં સદા બંધાઉં પ્રભુ વિશ્વાસે સદા હું ચાલુ, વૃત્તિના નાચમાં ના ખેંચાઉં શંકાથી મુક્ત સદા હું થાઊં, પ્રેમભક્તિમાં લીન બની જાઉં પ્રભુમય સદા બની જાઉં, પ્રભુને સર્વમાં સદા નિહાળું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhale paap maram jaage re, bhale punya maram to jaage
are o atamarama maara re, jagrata sadaaye tu to raheje
kadi lobhe hu to tanaum, kadi lalasathi to khenchaum
duhkhama to joje, na hu akalaum, sukhama to joje, na hu chhalakaum
svarga to chahum, karmathi joje na kadi hu bhagum
maya thi joje na hu bandhaum, joje prabhu ni pritamam saad bandhaum
prabhu vishvase saad hu chalu, vrittina nachamam na khenchaum
shankathi mukt saad hu thaum, premabhaktimam leen bani jau
pramabhumaya narvani saum, pramabhumada leen bani jau
|