લખ્યાં લેખ કેવાં રે વિધાતાએ રે, વાંચતા વાંચતા એને રે, હૈયું કંપી જાય
દીધું સોનાની થાળીમાં ભરી ઘણું જીવનમાં એણે, નાંખી શાને એમાં તો મેખ
સીધા સાદા જીવનમાં રે, અચૂક તોફાન એ તો જગાવી જાય
વાંચતા આવ્યા રે એવા જીવનમાં, કદી કદી તો નહીં વાંચી શકાય
સુખને ઝૂલે ઝુલાવી જ્યાં, દુઃખની ખીણમાં પાછો ધકેલી જાય
કરાવી મિલન એ તો હરખાવી જાય, અસહ્ય વિરહની વેદના દઈ એ જાય
પેટભર જમાડી, જમાડીને પકવાન, દિવસોના દિવસો અપવાસ કરાવી જાય
નખશીખ સાધુતાની સાધુતામાં, જગ જ્યાં શંકા તો કરતું રે જાય
સતીના સતીત્વની કસોટી થાતી જાય, જગ શંકાની નજરે જોતું જાય
પ્રેમ ને વ્હાલભર્યાં સંબંધો રે જગમાં, પળમાં તો જ્યાં એ તૂટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)