હું ગયો જ્યાં પ્રભુમાં રે સમાઈ-સમાઈ
દિ દુનિયા ગઈ, બધી રે ત્યાં તો વિસરાઈ
ગઈ સીમા, બુદ્ધિની રે, ત્યાં તો છૂટી
આનંદસાગરમાં ગયો રે, ત્યાં તો ડૂબી
રેખાઓ તનની, ગઈ બધી ત્યાં તો ભુલાઈ
રેખાઓ પ્રભુની તો ગઈ ત્યાં રે દેખાઈ
ગઈ સીમાઓ હૈયાની ત્યાં તો વિસ્તરી
ગયું સમાઈ બધું, રહ્યું ના ત્યાં કાંઈ તો બાકી
સુખદુઃખની ભી રહી ના ત્યાં તો હસ્તી
ફેલાતી ગઈ રે ત્યાં તો અનોખી મસ્તી
ખોલી જ્યાં દૃષ્ટિ, દૃષ્ટિ ત્યાં તો એની મળી
કરી બંધ જ્યાં દૃષ્ટિ, દૃષ્ટિ ત્યાં એની જ દીઠી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)