રાખજે કુભાવોને રે તું, નિયંત્રણમાં રે તારા
જોઈશે રે નિયંત્રણ, કુદૃષ્ટિ પર તો સદાય તારું
ઘસડી જાશે રે તને, ક્યાં ને ક્યાં રે એ તો
છૂટશે જો એના પરથી રે, નિયંત્રણો તો તારાં
રાખજે સદાય કુવિચારોને તો કાબૂમાં તારા
મૂકશે જો તું છૂટા રે એને, કરશે એ તો ગોટાળા
માગશે મનડું તો સદા, નિયંત્રણ તો તારું
રાખશે ના જો તું નિયંત્રણમાં, બનશે એ ભટકાવનારા
રાખ ચિત્તને સદા, નિયંત્રણમાં તો તારા
છે એવું ચિત્તડું સદા રે, પ્રભુને તો વહાલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)