અરે ઓ, અહંમાં રાચનારા રે, જગમાં અહં તો કોઈના ટક્યા નથી
અરે ઓ, પ્રભુપંથે ચાલનારા રે, કસોટી થયા વિના રહેતી નથી
અરે ઓ, ધીરજ ગુમાવનારા રે, પ્રભુદર્શન ધીરજ વિના થાતાં નથી
અરે ઓ, કામક્રોધ સંઘરનારા રે, ઉપાધિ ઊભી કર્યા વિના એ રહેતા નથી
અરે ઓ, સત્યપંથે ચાલનારા રે, મારગે કાંટા મળ્યા વિના રહેતા નથી
અરે ઓ, માયામાં અટવાનારા રે, પ્રભુકૃપા વિના રસ્તો એનો નથી
અરે ઓ, મુક્તિના ઝંખનારા રે, વિકારોના અંત વિના મુક્તિ નથી
અરે ઓ, શાંતિના ચાહનારા રે, સંતોષ વિના શાંતિ મળતી નથી
અરે ઓ, દંભના ને દમનના આચરનારા રે, ભાંડો ફૂટ્યા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)