1989-12-06
1989-12-06
1989-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14617
છે કર્તાહર્તા જગમાં તો પ્રભુ, માનવ કર્તાપણામાંથી ના મુક્ત થાય છે

કર્તા તો ખુદને ગણી, માનવ ગણાવતો રે જાય છે
છે લાભ કે નહીં, છે સત્ય કે નહીં, સમજ્યા વિના તણાતો એ જાય છે
તાણે છે અહં તો એને, કર્તાપણાનો અહં એને તાણી તો જાય છે
ઓતપ્રોત રહે એમાં એટલો, ના મુક્ત એમાંથી જલદી થાય છે
કદી-કદી તો અનુભવ સમજાવે, ત્યાં માયા એને તો ધોઈ જાય છે
લાચાર બને જ્યાં એ તો, પ્રભુને કર્તા માનવા તૈયાર એ થઈ જાય છે
સ્વાર્થે તો ઘડી-ઘડી, દોષ પ્રભુ પર નાખવા તૈયાર એ થઈ જાય છે
છે કર્તા, સારા કે માઠાના તો પ્રભુ, સોંપવા જો એ તૈયાર થાય છે
બોજ હૈયાના હળવા બને, દુનિયા ત્યાં તો બદલાઈ જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē kartāhartā jagamāṁ tō prabhu, mānava kartāpaṇāmāṁthī nā mukta thāya chē
kartā tō khudanē gaṇī, mānava gaṇāvatō rē jāya chē
chē lābha kē nahīṁ, chē satya kē nahīṁ, samajyā vinā taṇātō ē jāya chē
tāṇē chē ahaṁ tō ēnē, kartāpaṇānō ahaṁ ēnē tāṇī tō jāya chē
ōtaprōta rahē ēmāṁ ēṭalō, nā mukta ēmāṁthī jaladī thāya chē
kadī-kadī tō anubhava samajāvē, tyāṁ māyā ēnē tō dhōī jāya chē
lācāra banē jyāṁ ē tō, prabhunē kartā mānavā taiyāra ē thaī jāya chē
svārthē tō ghaḍī-ghaḍī, dōṣa prabhu para nākhavā taiyāra ē thaī jāya chē
chē kartā, sārā kē māṭhānā tō prabhu, sōṁpavā jō ē taiyāra thāya chē
bōja haiyānā halavā banē, duniyā tyāṁ tō badalāī jāya chē
|