|
View Original |
|
મહાન ગણું રે કોને, મહાન સમજુ રે કોને
મહાનતાની રેખાથી, છે સહુ રહ્યા બંધાયા રે
આવડત-બિનઆવડતનાં, સહુ રહ્યા બણગાં ફૂંકતા રે
દેખાય એક મહાનતા, દેખાયે એમાં બીજી દીનતા રે
કોઈમાં થોડી, કોઈ ઝાઝી, રહી છે છુપાઈ મહાનતા રે
માપદંડ નથી પાસે સાચો, છે માપદંડ તો કાચો રે
ના એક માપદંડથી માપી શકું, માગે જુદા માપદંડ રે
ગયો માપવા જ્યાં અન્યને, નાચી આંખ સામે ક્ષતિ ખુદની રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)