આંખ રુએ, જગમાં સહુ કોઈ જુએ, હૈયું રડે ના દેખાય
જગના ઝઘડા જાહેરાત કરે, ઝઘડા અંતરના જલદી ના સમજાય
શરીર ફરે સહુ કોઈ જુએ, મનડું ફરે એ તો ના દેખાય
વહેતા જળની ધારા સહુ જુએ, ધારા જ્ઞાનની સમજે એને સમજાય
ઘાવ અગ્નિના તો નજરે પડે, અપમાનના ઘાવ તો ના દેખાય
સૂર્યપ્રકાશ બહાર અજવાળું પાથરે, ના અંતર તો એ અજવાળી જાય
તારલિયા તો અંધારે ટમટમે, સૂર્યપ્રકાશે તો એ છુપાય
મનની વાત તો મનમાં રહે, બોલ્યું એ તો બહાર સંભળાય
વાણી સાંભળવી સહેલી બને, મૌન તો મુશ્કેલીએ સંભળાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)