અરે ઓ સિતમગર વહાલા, સહી લઈશ પ્યારથી, સહુ સિતમ તો તારા
દઈ દઈશ અગર થોડી ભી જગ્યા, ખ્વાબમાં તો તારા
નથી માગતો સતત નજર તારી પાસેથી, દઈ દેજે ઝલક તિરછી નજરની તો તારી
દીધી છે યાદની તો એવી લહાણી, યાદો તારી તો છે સહારા મારા
ચડાવી દીધો છે નશો પ્યારનો એવો, નશા જગના બીજા શા કામના
દીધું છે હૈયું પ્યારથી એવું ભરી, જગપ્યાસી નથી હવે કોઈ ઝંખનાભી
ગુંજી રહ્યા છે હૈયે શબ્દો તો તારા, શબ્દે-શબ્દે રચાયે ચિત્રો તારાં
શીતળ વાયુ ભી લાવે સદા, તારા શ્વાસની સુગંધ તો વહાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)