|
View Original |
|
શાંતિ જીવનમાં મુશ્કેલીથી તો આવશે
પ્યાર જીવનમાં તો કંઈ દઈ જાશે, વેર તો કંઈ લઈ જાશે
લોભ જીવનમાં મુશ્કેલી સદા ઊભી તો કરશે - પ્યાર...
નથી સાંભળ્યું ક્રોધથી જીવન કોઈનું સુધર્યું - પ્યાર...
સંયમ જીવનમાં તો સદા, શક્તિ ભરી જાશે - પ્યાર...
અહં તો ગાંઠો ઊભી કરશે, ભાવ ગાંઠો તોડી રે જાશે - પ્યાર...
વાંક બીજામાં જલદી જડશે, ગોતવા ખુદમાં મુશ્કેલ બનશે - પ્યાર...
ના પૈસાથી દર્શન પ્રભુનાં મળશે, ભક્તિ દર્શન કરાવી જાશે - પ્યાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)