Hymn No. 2162 | Date: 22-Dec-1989
|
|
Text Size |
 |
 |
કમર કસી રહેજે તું તૈયાર, પ્રીતનાં પારખાં પ્રભુ તો લઈ લેશે
Kamar Kasi Rehje Tu Tayaar, Preet Na Parkha Prabhu Toh Lai Lehshe
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-12-22
1989-12-22
1989-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14651
કમર કસી રહેજે તું તૈયાર, પ્રીતનાં પારખાં પ્રભુ તો લઈ લેશે
કમર કસી રહેજે તું તૈયાર, પ્રીતનાં પારખાં પ્રભુ તો લઈ લેશે નથી કાંઈ આ એકતરફી વ્યવહાર, કાંઈ એ લેશે તો કાંઈ એ દઈ દેશે બનાવવા છે જ્યાં તો પ્રભુને તો તારા, બનવા તારા છે સદા એ તૈયાર દેવા બેસશે એ તો જ્યારે, દેતા જાશે ખૂટશે ના એના તો ભંડાર પિતા કે માતા બનાવવા છે જ્યારે એને, સંતાન બનવા થાજે તું તૈયાર બની સંતાન ઉઠાવજે જવાબદારી, બન તું સાચો વારસદાર મન, બુદ્ધિ, વિચાર દીધાં છે તને, બન તું તો હવે સમજદાર પૂજન કરી ના છૂટી જવાશે, કર વર્તનમાં તારા તો ફેરફાર છે તું તો પ્યારું સર્જન એનું, છે એ તો તારા સર્જનહાર લઈ લઈને જો તું લેતો જ જાશે, બનશે તું તો દેવાદાર કુંદને ભી કસોટી દેવી પડે, ઊપજે કિંમત પૂરી થાયે શુદ્ધ પુરવાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kamara kasi raheje tu taiyara, pritanam parakham prabhu to lai leshe
nathi kai a ekataraphi vyavahara, kai e leshe to kai e dai deshe
banavava che jya to prabhune to tara, banava taara che saad e na taiyaar
deva besashe e to jhey ena to bhandar
pita ke maat banavava che jyare ene, santana banava thaje tu taiyaar
bani santana uthavaje javabadari, bana tu saacho varasadara
mana, buddhi, vichaar didha che tane, bana tu to have samajadara
pujan kari to have samajadara pujan kari na chhuti taara javashe
che tu to pyarum sarjana enum, che e to taara sarjanahara
lai laine jo tu leto j jashe, banshe tu to devadara
kundane bhi kasoti devi pade, upaje kimmat puri thaye shuddh puravara
|