શ્રદ્ધાની ધારા તું તારી વહેવા દે, તું વહેવા દે
જોજે ના બદલાય પ્રવાહ એનો, એક સ્થાને વહેવા દે
ધારા જો બદલાયે એની, પાછી એને વાળી લેજે
એક દિશામાં વહેવા દઈ, જોજે દિશા એની ના બદલે
સર્જાશે ચમત્કારો એવા, એમાં તો તું ના પડજે
પ્રભુદર્શન છે સાચો ચમત્કાર, હૈયે બીજું ના ધરજે
અવિરત વહેવા દે એ ધારા, તૂટક-તૂટક ના વહે
સ્નાન કરી કરાવી એમાં, સ્નાન પ્રભુને એમાં કરાવજે
છે ધારા એવી પવિત્ર, પાવન તો એમાં થાતો રહેજે
જન્મી છે ધારા હૈયેથી, પ્રભુના હૈયે એને પહોંચાડી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)