પ્રભુએ તો જોયા છે સહુને, કોઈકે જ તો પ્રભુને જોયા છે
સમજે છે પ્રભુ તો સહુને, કોઈક તો પ્રભુને સમજે છે
પહોંચે છે પ્રભુ તો સહુ પાસે, કોઈક જ તો પ્રભુ પાસે પહોંચે છે
દે છે પ્રભુ તો સાથ સહુને, કોઈક જ સાથ પ્રભુને તો દે છે
એની નજરમાં તો સહુ વસે છે, કોઈકની જ નજરમાં પ્રભુ વસે છે
પકડે તો પ્રભુ સહુ કોઈને, કોઈક જ પ્રભુને પકડી શકે છે
અદ્રષ્ટા રહે છે એ તો સહુથી, સહુ એની દૃષ્ટિમાં રહે છે
એનામાં તો સહુ સમાયે, કોઈક જ હૈયે એને સમાવે છે
સહુની વાણી એ તો સાંભળે, કોઈક જ એની વાણી સાંભળે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)