ઉગારી લેજો, ઉગારી લેજો, પ્રભુ મને તમે જીવનમાં, છે નિત્ય મારું આ તો ગાણું
રહું છું કરતોને કરતો બધું જીવનમાં, નથી કાંઈ કરવામાં તારું તો કાંઈ ઠેકાણું
લાગશે ગાણું ને ગાણું મારું ને લાગશે પ્રભુ તને તો આ પૂરાણું
દીધું મને મહામૂલું માનવ જીવન જગમાં, તો તારું અદ્ભુત નજરાણું
કરી કરી ભૂલો ઘણી જીવનમાં, દીપાવી ના શક્યો તારું અમૂલ્ય સંભારણું
રહ્યાં ભલે તમે પીતાને પાતા, રહ્યાં તોયે અમે તરસ્યા ને તરસ્યા તારા પ્રેમનું પીણું
તારા પ્રેમભર્યા આનંદના સ્પંદનમાં, ઝૂમવા દેજે રે પ્રભુ, મારા હૈયે હૈયાંનું પરમાણું
રાખતો ના વંચિત મને રે તું પ્રભુ, કરતોને કરતો રહું, તારી ભક્તિના અમીરસનું પારણું
દુઃખ દર્દના કરી દેજે બંધ મારા બારણા, ખોલી દેજે રે તું તારા હૈયાંનું રે બારણું
જાળવી લેજે મને ડગલેને પગલે તું જગમાં, છું હું જગમાં તો તારું ઊગતુંને ખીલતું પોયણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)