થયાં નથી દૂર રે પ્રભુ, મારા હૈયાનાં અંધારાં
મળ્યાં નથી રે પ્રભુ, જ્યાં પ્રકાશનાં તારા અજવાળાં
તારલિયાનાં તો તેજ મળ્યાં, મળ્યા ના પ્રકાશના ધોધ તો તારા
વાતે-વાતે વાદળ ઢાંકે, ઢાંકે તારા ધોધ પ્રકાશના ફુવારા
કર્મોના તાપ તો છે એવા, બનતા રહ્યા છે એ તો ગાઢા
નથી મળ્યાં કિરણો તારાં, હજી નથી એ તો વીખરાયાં
પળભર દૂર થયા ન થયા, વળી પાછા એ તો ઘેરાયા
આવનજાવન વાદળની થાતી, મળ્યાં નથી કાયમનાં અજવાળાં
કૃપા માડી તારી એવી માગું, મળે તારાં કાયમનાં અજવાળાં
હટે અંધારાં તો એવાં, થાયે ના દર્શન પાછાં એના તો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)