કોઈ તો મરે ડરના માર્યા, કોઈ વહેમના માર્યા તો મરે
જીવનમાં મરણ પહેલાં, અનુભવ મરણના આવા રે કરે
કોઈ તો મરે વેરના માર્યા, કોઈ શંકાના માર્યા રે મરે
કોઈ તો મરે દુઃખના માર્યા, કોઈ નિરાશાના માર્યા મરે
કોઈ તો મરે ઈર્ષ્યાના માર્યા, કોઈ અસંતોષના માર્યા મરે
કોઈ તો મરે ક્રોધના માર્યા, કોઈ વિરહના માર્યા રે મરે
કોઈ તો મરે અભિમાનના માર્યા, કોઈ આળસના માર્યા મરે
કોઈ તો મરે અપમાનના માર્યા, કોઈ અજ્ઞાનના માર્યા મરે
કોઈ તો મરે ગેરસમજના માર્યા, ભક્તિના માર્યા કોઈ ના મરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)