શક્તિશાળી છે તું તો માડી, વહી રહી છે જગમાં વિવિધ શક્તિ તારી
વહેતી તારી શક્તિને સમજવા રે, ‘મા’ દેજે તું શક્તિ તો તારી
વિવિધ રૂપે રહી છે એ તો વહેતી, મૂંઝાઉં છું હું તો એમાં ભારી
છું અજ્ઞાન, અજાણ એવો હું તો, સમજી ના શકું શક્તિ તારી
વહી રહી છે પ્રેરણાશક્તિ તો જગમાં, છે શક્તિ એ તો તારી
મૂંઝાયેલા મનને માર્ગ તો બતાવે, છે શક્તિ તારી એ તો ન્યારી
દીધી માનવને તેં બુદ્ધિ શક્તિ, જગ પર સત્તા તો એણે ચલાવી
મળે દિશા તો જ્યાં સાચી, દે પ્રભુ પાસ એને તો એ પહોંચાડી
મન વિનાનો માનવ ન રાખ્યો, દીધી શક્તિ એમાં ઉતારી
પહોંચે જ્યાં સાચું એ પ્રભુચરણમાં, દે મુક્તિની બારી એ ઉઘાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)