મળ્યા છે જીવનમાં જે આજે, મળશે પાછા ક્યારે, ના એ તો કહેવાય
પડશે જુદા પાછા એ તો જ્યારે, મળશે ક્યારે, ના એ તો સમજાય
રહ્યા ભલેને જે સાથે ને સાથે, આવ્યા અંતરથી તો પાસે ને પાસે
પડશે જુદા જ્યારે રે એ તો, હશે તો એ ક્યાં, ને બીજા રે ક્યાંય
નથી નક્કી મળશે ક્યારે, રહે રૂપ તો ફરતા, નહીં જલદી ઓળખાય
મળશે અણસાર ભલે પ્રેરણાનો, શંકા તો કદી રે જાગી જાય
મળતા પાછા વીતશે જન્મો કેટલા, ના એ તો કહી શકાય
મળ્યા છે રે જ્યાં આજે, મળી લે પ્યારથી, કસર ના જોજે એમાં રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)