તારા નવજીવનના નવસર્જનની પ્રક્રિયા, જીવનમાં તું શરૂ કરી દે
અવગુણોની ઇમારતોને ભસ્મિભૂત કરીને, નવસર્જન એમાંથી તું કરી લે
કાંકરીએ કાંકરીએ પાળ બાંધી, નવજીવનની ઇમારત તારી ઊભી તું કરી લે
નવસર્જન કરવા જીવનનું તારું, પ્રિય છતાં અળખામણું હોય જીવનમાં એને તું ત્યજી દે
અણગમતું ને બીનજરૂરીનું વિસર્જન કર્યા વિના, નવસર્જન તો અધૂરું રહેશે
જૂના વિચારો, જૂના ખયાલો, જીવનની જૂની પદ્ધતિ નવસર્જનમાં બાધા નાંખશે
નવજીવનને નવા રંગ, નવા ઉત્સાહથી ભરપૂર એને તો તું ભરી દે
પૂરાણી કાર્ય પદ્ધતિને તું કરવા, નવસર્જન જીવનનું તું ત્યજી દે
એક એક કાંકરી ગોતજે તું ચૂંટીને, નવસર્જન તારું એમાં શોભી ઊઠે
પડશે આવકારવા આવવું, તારા નવસર્જનને પ્રભુને મજબૂર એવાં કરી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)