ધન્ય-ધન્ય, ગયો બની રે હું તો માડી, ગઈ જાગી હૈયામાં યાદ તો તારી
જાગી ગઈ જ્યાં યાદ તારી તો હૈયે, આવી હશે યાદ તને ભી તો મારી
આવી ગઈ જ્યાં નજરમાં તો તું હવે, નજર તારી તો ના હટાવી લેતી
મુશ્કેલીથી લાવ્યો તને જ્યાં નજરમાં, મુશ્કેલી ઊભી હવે ના કરતી
દીધું છે હૈયું તેં તો મને રે માડી, કરવું છે ભેગું, એને હૈયામાં તારી
છે હૈયામાં આ લગન તો ભારી, હૈયામાં તારા લેજે એને સ્વીકારી
વિહરતાં માયાની મુજમાં જાગી ગઈ યાદ તો જ્યાં તારી
ગણું હું તો એને ધન્ય ઘડી, છે એ ધન્ય ભાગ્ય ઘડનારી
યાદે-યાદે તો તારી, જાશે છૂટી રે યાદ તો જગની
ડૂબવું છે સદાય રે માડી, યાદમાં સદા તો તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)