ચાલીશ સદા જગમાં સમજીને પ્રભુનો તો ઇશારો
ઇશારે-ઇશારે તો ચમકી જાશે, તારા ભાગ્યનો સિતારો
દેતો આવે સહુને રે એ તો ઇશારો, માગો કે ના માગો
કદી લોભ અટકાવે, કદી અહં અટકાવે, ઝીલતા પ્રભુનો ઇશારો
મૂંઝાતા કે અંધકારે તો, બની રહે ત્યારે એ ધ્રુવનો તારો
જાણ્યે-અજાણ્યે થાયે અવગણના એની, જાગે પસ્તાવાનો વારો
મળ્યા છે સહુને, મળશે ભી તને, ના બદલાશે એનો આ ધારો
જાશે વીજળી જેમ એ ચમકી, લેજે ઝીલી એનો ચમકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)