1990-01-09
1990-01-09
1990-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14705
જીવનના અનુભવે ઘડાશે રે ના ઘાટ તો જેના
જીવનના અનુભવે ઘડાશે રે ના ઘાટ તો જેના
દોડમાં જીવનની જાશે પડી રે, એ તો પાછા
પડતા હથોડા અનુભવતણા, ધીરે-ધીરે જાશે રે ઘાટ ઘડાતા
પડતા ઘા પર ઘા તો હથોડાના, જાશે ઘાટ એના રે ઘડાતા
ઝીલીને ઘા છીણી ને હથોડાના, પથ્થર જાશે બની મૂર્તિમાં
એકધારાં વરસતાં જળ વર્ષાનાં, થઈ જાશે ધોવાણ ધરતીનાં
ખાતા માર એકસરખા મોજાં સાગરતણાં, કરશે ચૂરા ખડકના
પડશે ઘા પર ઘા મન પર આકરા, થાશે મનના તો ટુકડા
પડશે ઘા પર ઘા હૈયા પર, નંદવાઈ જાશે ત્યાં હૈયાના
ધોતા-ધોતા ચીકાશો મનની, જઈ છૂટી આવશે મનની વિશુદ્ધતા
પ્રભુદર્શનના હર યત્નો તારા, લાવે પ્રભુને નજદીકમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvananā anubhavē ghaḍāśē rē nā ghāṭa tō jēnā
dōḍamāṁ jīvananī jāśē paḍī rē, ē tō pāchā
paḍatā hathōḍā anubhavataṇā, dhīrē-dhīrē jāśē rē ghāṭa ghaḍātā
paḍatā ghā para ghā tō hathōḍānā, jāśē ghāṭa ēnā rē ghaḍātā
jhīlīnē ghā chīṇī nē hathōḍānā, paththara jāśē banī mūrtimāṁ
ēkadhārāṁ varasatāṁ jala varṣānāṁ, thaī jāśē dhōvāṇa dharatīnāṁ
khātā māra ēkasarakhā mōjāṁ sāgarataṇāṁ, karaśē cūrā khaḍakanā
paḍaśē ghā para ghā mana para ākarā, thāśē mananā tō ṭukaḍā
paḍaśē ghā para ghā haiyā para, naṁdavāī jāśē tyāṁ haiyānā
dhōtā-dhōtā cīkāśō mananī, jaī chūṭī āvaśē mananī viśuddhatā
prabhudarśananā hara yatnō tārā, lāvē prabhunē najadīkamāṁ
|
|