1990-01-13
1990-01-13
1990-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14714
ભજું છું તને રે માડી, ઉપકાર તારા પર તો કરતો નથી
ભજું છું તને રે માડી, ઉપકાર તારા પર તો કરતો નથી
કરું છું યાદ તને રે માડી, મજબૂરી એમાં મારી તો નથી
સ્વીકારી છે અહિંસા હૈયેથી, ડર હૈયે તો કોઈનો નથી
ધરું છું ધ્યાન તારું રે માડી, કર્મોમાંથી કાંઈ નવરો નથી
કરું છું પૂજન તારું રે માડી, સમય શું મારો વીતતો નથી
કરું છું ભક્તિ તારી રે માડી, જીવનથી કાંઈ હાર્યો નથી
જાગ્યો છે હૈયે પ્યાર તારા કાજે રે માડી, એ કાંઈ સોદાબાજી નથી
જોઉં છું બધે તને રે માડી, કાંઈ આંખ મારી બગડી નથી
કરું છું આ બધું રે માડી, ઋણ તારું હૈયેથી ભુલાતું નથી
https://www.youtube.com/watch?v=xOaVg_NFRds
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભજું છું તને રે માડી, ઉપકાર તારા પર તો કરતો નથી
કરું છું યાદ તને રે માડી, મજબૂરી એમાં મારી તો નથી
સ્વીકારી છે અહિંસા હૈયેથી, ડર હૈયે તો કોઈનો નથી
ધરું છું ધ્યાન તારું રે માડી, કર્મોમાંથી કાંઈ નવરો નથી
કરું છું પૂજન તારું રે માડી, સમય શું મારો વીતતો નથી
કરું છું ભક્તિ તારી રે માડી, જીવનથી કાંઈ હાર્યો નથી
જાગ્યો છે હૈયે પ્યાર તારા કાજે રે માડી, એ કાંઈ સોદાબાજી નથી
જોઉં છું બધે તને રે માડી, કાંઈ આંખ મારી બગડી નથી
કરું છું આ બધું રે માડી, ઋણ તારું હૈયેથી ભુલાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhajuṁ chuṁ tanē rē māḍī, upakāra tārā para tō karatō nathī
karuṁ chuṁ yāda tanē rē māḍī, majabūrī ēmāṁ mārī tō nathī
svīkārī chē ahiṁsā haiyēthī, ḍara haiyē tō kōīnō nathī
dharuṁ chuṁ dhyāna tāruṁ rē māḍī, karmōmāṁthī kāṁī navarō nathī
karuṁ chuṁ pūjana tāruṁ rē māḍī, samaya śuṁ mārō vītatō nathī
karuṁ chuṁ bhakti tārī rē māḍī, jīvanathī kāṁī hāryō nathī
jāgyō chē haiyē pyāra tārā kājē rē māḍī, ē kāṁī sōdābājī nathī
jōuṁ chuṁ badhē tanē rē māḍī, kāṁī āṁkha mārī bagaḍī nathī
karuṁ chuṁ ā badhuṁ rē māḍī, r̥ṇa tāruṁ haiyēthī bhulātuṁ nathī
|
|