જોજે જીવનમાં સંસારતાપ, જળ તારી ભાવનાનાં ના સૂકવી જાય
ધરી લેજે ત્યારે તું છત્ર પ્રભુશરણનું શિરે, બચવા એમાંથી સદાય
જોજે પ્રેમનાં ઝરણાં હૈયાનાં તારા, સંસારતાપ ના સૂકવી જાય
જોજે જીવનમાં તારી શ્રદ્ધાના જળને, સંસારતાપ ના સૂકવી જાય
જોજે અસહ્ય સંસારતાપ જીવનના, સહનશીલતા ના તોડી જાય
જોજે સંસારતાપ જીવનના, તારી ધીરજની કડીઓ તોડી ના જાય
જોજે જીવનરસ રાખજે વહેતા, સંસારતાપ ના એને બાળી જાય
જોજે સંસારતાપ જીવનના, ઉમંગ ને ઉત્સાહ તો ના સૂકવી જાય
જોજે સંસારતાપે જીવનમાં, શુદ્ધ ને શુદ્ધ તું બનતો જાય
જોજે સંસારતાપે તપી, બનજે શુદ્ધ એટલો, પ્રભુ સામે દોડી આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)